બુધવાર, 30 ઑક્ટોબર, 2013

'હેમ્પસ્ટર"


મગજમાં દોડતું 'હેમ્પસ્ટર" એટલે શમણાં કહું કે શબ્દો
નોનસ્ટોપ દોડી ઉઠાડી દે મુજે ને તુજ ને કેવું ગજબનું 
નાનકું અવિરત દોડતું નાનું કદનું, નાના પગનું હાંફી
હાંફી એક જ જગ્યાએ નિઃસહાય દોડતું...પછી કોઈ
એને કવિ કહે-અદાકાર કહે-ફનકાર કહે-ચિત્રકાર કહે
કેલેન્ડર કહે-સમય કહે-જોબ કહે-યાદો કહે-વાયરસ કહે
ભૂખ કહે- નશો કહે કે પુસ્તકીયો કીડો કહે કે જીવન કહે
બસ કહે કઈ જ નહીં માત્ર તે વહે...આમાં ના આવે
જાત પાત-નર નાર-ધર્મી કુધર્મી-અરે પશુ પંખી પણ...
પળ પળ ઝુરે પળ પળ વહે શમણાં અહીં બમણાં ઉગે
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો