બિંદુ થી રચાણી કૄતિ આક્રુતિ ની ભુંસાય તો ભુંસી જો
મોરપીંછી લઈ ચિતરી શકે તો લે આકાશ ચિતરી જો
આબોહવાની હવા જો ભીંસી શકે તો ભીંસી તો જો
શબ્દોથી ભજન માં રાગથી ભાવે આસ્થા લાવી જો
મૌન અકળાવે તો પણ સાચે મુંગો થઈ તો જો
જિંદગી આંખે દેખી અંધાપે ઘડપણ જીવી તો જો
થાકી ને સાંજ સુતી અર્પણ પ્રથમ કિરણે પ્રકાશી જો
હરણું જોતું વ્હાલ ડરતું તેનું ધકધક હૈયુ થઈ તો જો
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો