પીડા નો સમંદર દિલમાં તો હંગામા
દિલમાં કોઈ ખ્વાબ આવે તો હંગામા
ડૂબી ને સાંભળે કિસ્સા મહોબત ના
કિસ્સાને કરું હકીકત તો લો હંગામા
કબીર ને મીંરા ગણાઈ ગયા દિવાના
પાવન કહાની પ્રેમનીને થયા હંગામા
તિરાડોમાં જ જીવી મરે પ્રેમ પંખીના
ડોકિયું કરે પ્રેત તિરાડમાં તો હંગામા
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો