મંગળવાર, 18 જૂન, 2013

મઝધારે સરવાળા

કામમાં ખોવાઈ જા કેહતી 
સુધ્ધિ બુધ્ધિ ભાગી જા કહેતી
હાથમાં સમાઈ જા ને કેહતી 
રિધ્ધિ સિધ્ધિ લાગી જા કહેતી
----રેખા શુક્લ

ચાહતની જુવે ખુમારી;
વરસી વાદળ રૂવે ખુમારી
ધોધમાર તરસી ખુમારી;
તલપની રટણ ખુમારી
ખિલવે ક્યારે પ્રેમ ખુમારી; 
મોરપીંછે રમે ખુમારી
લંઉ ઓવારણા વાહ ખુમારી; 
પાણી પાણી ગમે ખુમારી
----રેખા શુક્લ

સંગ ફર્યા પ્રશ્નો તર્યા...
અંગ તર્યા ખુદ મર્યા.....
અંક ફર્યા દ્ર્શ્યો ફર્યા...
જંગ કર્યા આંસુ સર્યા... 
----રેખા શુક્લ

ઉછલતા દેખ ચાંદ કા મુખડા; 
દરિયા તો પાની કા ટુકડા...
----રેખા શુક્લ

દરિયા છે ધરતી નો ટુકડો; 
ઉછળે જોઈ ચાંદ નો મુખડો. 
----રેખા શુક્લ

તમન્ના આભે મઝધારે; 
તનમન કાંપે સંગ ધારે.
----રેખા શુક્લ

સરતો સમય પાયે પડે ને 
યુવાની ક્યારે પ્રોઢ બને !!
----રેખા શુક્લ

આંકડાને અક્ષરોના સરવાળા ; 
તાંપણા ને ટાઢકમાં કરમાણા.
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો