શનિવાર, 6 એપ્રિલ, 2013

પડખું ફરે સપનુ ..................



ખુલ્લી આંખે પડખું ફરે સપનુ ગઈ કાલમાં
જોને રડે છે દિલ ભડકે બળે ભાવિ માં
જીવી લે છે જીવન તું જોઇ આજમાં
ખોદે છે રોજ કબર તું ને જીન્દગી ઝંખે છે?
કરે છે ડોકિયા કબર માંથી ને મોતથી ડરે છે?
ઉગેછે રોજ નવા રિશ્તાને હ્રદયથી દુર તું કરે છે?
જરૂરત તે પ્રેમ છે તે તું મને કહે છે?
તુટે છે રોજ નખ ને આંગળા તું દુર કરે છે?
ફરીફરી ને એટલું ન સમજાયું જિંદગી નહીં તું જી-વન કેમ ગોતે છે?
---રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો