બુધવાર, 7 નવેમ્બર, 2012

અમરત સરનામું......


અમરત કટોરી અધરે આવી
પંખીની પાંખુ રડી શેષ ફણીધર
પાસે રહેલ સપનાનો ક્યાં થાક લાગે
ઢોળાઈ ગઈ વાત કાન લગી આવી
ધુમ્મસના દરિયા ડુબ્યા લઈ શમણાં
ભૂરા-તૂરા સુખડના હસે તેહવાર  
શ્વાસમાં અટક્યા મુંગી આશિષે
ઝુરે હોડી ખડક મોહને તણાઈ
પ્રણય ભર્યું હ્રદય ટહુકે વાણી
ધડકનમાં કુંણી કુંપણ ફુટે
પિંજ્વતા વાર શી???
ચશ્માં પેહરી ગજરે ઝરમરે 
સીમાડે કણસતું દર્દનું દવાખાનું
ઢગલાબંધ માછલીનું સરનામું
-------રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો