શનિવાર, 7 જુલાઈ, 2012

વાતો...

જીબ્રાલ્ટરના કાવ્યો ને ગીતાંજલિ ના ગીતો
ગીતા ના શ્લોકો ને લિયો ટોલ્સ્ટોય ની વાતો
સ્વાદના સંવાદો ને મૈત્રી ના સંબંધો
ગીત-ગુંજન ની રાત્રીઓ ને જાગરણની વાતો
રંગોળીની યાદો ને ખો-ખો ની રમતો
યાદ પીંજરે બુલબુલ ને સંગ્રેહલી વાતો
ભોગાવાની પાદરે વિરડો ઉલેચવાની વાતો
છ્લકતી ગાગરે ભીંજાયેલી ઘાઘરીની ઘુઘરીઓ
ધુંધળી..ઝાંખી.."પનિહારી" ની ગઈ જોને વાતો
મમળાવું હું યાદો ને બસ રહી ગઈ વાતો...
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો