શુક્રવાર, 20 જાન્યુઆરી, 2012

ઉધાર.. છે?

દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
        એને ખબર નથી કૈં નદીનું ઉધાર છે?

નદીઓ ભલેને માને કે પાણી જરાક છે,
       એને ખબર નથી કૈ મેઘનું ઉધાર છે?

પર્વત ભલે ને માને કે ભવ્ય શિખર છે,
      એને ખબર નથી કૈં ધરાનું ઉધાર છે?

સંતાન ભલે ને માને કે પોતે કંઈક છે,
     એને જીવન નથી કૈં મા-બાપનું ઉધાર છે?

મા-બાપ ભલે ને માને કે પોતે ફરજ બજાવે છે,
     એને ખબર નથી કૈં ઉપરવાળા પાસે ઉધાર છે?

-રેખા શુક્લ(શિકાગો)

2 ટિપ્પણીઓ:

  1. બાળપણ માં ઘણુ ભુલી જવાતુ ત્યારે કહેવાતુ યાદ રાખતા સીખો

    અને

    મોટા થાઇ ગયા તો બધુ યાદ રહે છે,
    ત્યારે કહે છે કે
    "ભુલતા" સીખો.

    કેવી વાત છે?

    જવાબ આપોકાઢી નાખો