શુક્રવાર, 20 જાન્યુઆરી, 2012

ભિંજવશું તડકા?


મેં સુકવા મુક્યા કાચીકેરી ના કટકા ને પધારી વર્ષાની છાંટ,
    હવે કેમ કરી દેવા તડકા?
કાળીકશ વાદળીને કરગરી હું થાકી,
      વળી ઓલ્યા મોરલા ને કેમ ટોકાય?
અગાશીએ ચડીને હું તો છંટાઈ છાકથી ,
    હવે કેમ કરી દેવા તડકા?
કોરી અગાશીએ તરફડતા ફોરાંએ ફોરમ મિઠી ચીતરી,
પાછળથી આવીને પોપચાં દબાવતા
    સહિયર બોલી'તી હાલ ને ભિંજાશું..
ગોરી હથેળીની મેંદીની ભાતુ ને ભિંજવશું કાગળની બોટુ..
    હવે  ના દેવા તડકા?
રેઢાં મુકને તારા કેરીના કટકા સુકવિશું જાને કાલે,
મજાથી ખાશું કાતરા,ગોરા-સામલી ને ખાશું ખટુમડાં પેઠા.
      હવે મુકને દેવા તડકા?
-રેખા શુક્લ(શિકાગો)

2 ટિપ્પણીઓ: