સોમવાર, 9 જુલાઈ, 2012

કહું છું પ્રેમથી....


કહું છું પ્રેમથી....
સાચો છું છંતા ખોટો છું
દુર છું પણ ઘણૉ પાસે છું
આશા છે તારા આગમનની 
તરસે છે કાન તારી માફીની
કહું છું આજે પ્રેમથી..
લાગણી નથી છુપાતી
માફી લેને હું માંગુ પણ 
દુર ન રહે તુ મુજથી
સાંકડી સગાઈમાં ન મોટા ન નાના
જો બની રહીએઅ બસ આપણા
ને તારા મારા જીવનમાં
ન હોય અશ્રુ ક્યાંય આપણા
હસું છું રડું છું પણ સાથે
ખુશી વ્યક્ત કરવા ચાહું છું
બાળકના હસ્તા ચેહરા જોવા ઝંખુ છું
આપણા ના આપણા પારકાં ને પણ આપણા ગણૂં છું..
-રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. ન વિધવા ન પરિણિતા આ ત્યક્તાની આભડછેટ
    ન જીવવા ન મરવા દે ક્યાંની આ આભડ્છેટ.....
    -રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો