શનિવાર, 16 જૂન, 2012

ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?


ઇશ્કના દરિયામાં ભીંજી તરસ્યા મહીં રેહવાના
બોલ્યા કરે છે શબ્દો કે ફુલ પથ્થર થૈ ગયા
દિલના ઉઘાડા દ્વાર પળમાં બંધ થૈ ગયા
.... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?...
ખુલ્લા બદને ગર્મ હાસ્યમાં શામિલ કૈ પરવાના
આ પાણીમાં છે આગ કે રમતમાં છે પાણી
ઢળેલી બે પાંપણોને ઉઠાવા કૈંક કરવાના
.... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?
પહેચાન જુના પરિંદોના એહસાન નવા-નવા
ભજીયામાં છે શું એવું ને પીણાં લૈ અવનવા
મોતી ભળે છીપલે ને દરિયો ગળે સુરજને
.... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?
છાલક મારે પ્રેમથી હલેસે મસ્ત ડોલે નૈયા
પુષ્પની પ્રસરે સુગંધ સ્તબ્ધ થૈ ભમરામાં
શંખલુ ઉપાડી ભાગતી ગોકળગાય દર તો માટીના
... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?
-રેખા શુક્લ(શિકાગો)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો