શનિવાર, 16 જૂન, 2012

રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં.....


રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં..
ઉઘડ્યા કરે લોચન રાધાના શ્રીકૃષ્ણના આગમનમાં
સ્પર્શેલી વાંસળી તુજને ભુલાવી ભાન છોડી ભાગમાં
સંતુષ્ટ અધરો પર અતૃપ્ત તૃષ્ણા રહે  રાગમાં
વહ્યા કરે લોહીમાં મોરપીંછા શ્રીકૃષ્ણની આગમાં
ચાંદની મારે ફુંક ને બળતરા આ ભાનુ માં
રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં...
તારલાની રાતે લૈ જા સપના ખુલ્લી આંખના
શબ્દોના પાલવડે બાંધુ સાજન તુજને વ્હાલમાં
કાંગરિયે ને ચબુતરે ને આંબે ટહુક્યા મોર
રટણમાં વા'લા ચરણમાં લેજે મુજને શરણમાં
રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં..
-રેખા શુક્લ(શિકાગો)

1 ટિપ્પણી:

  1. વાહ સરસ કવિતા તારલાની વાત ગમી...ખૂલી આંખનાં સપનાં ની વાત ગમી..:)

    જવાબ આપોકાઢી નાખો