ગુરુવાર, 1 ડિસેમ્બર, 2011

કાલ્પ્નીક દુનીયા...

સ્નેહ નીતરતી આંખનું મળવાનુ યાદ છે,
ઝીલવા કરેલ હાથ ને થામવાનુ યાદ છે....

પ્રણય ની ગોષ્ઠિ માં દોટ મુકીને મળવાનુ યાદ છે,
વિરહ ના ધીમા ડગલે પાછા ફરવાનુય યાદ છે...

વંટોળે હિલોળા લેતા ધબકાર હૈયા ના યાદ છે,
વર્ષાના પ્રથમ આગમને ધરતીની સુગંધ યાદ છે... 

ચાંદની ના પ્રકાશમાં નૈન ઉભરાયા યાદ છે,
ખભે માથુ ઢાળીને રુદન કર્યાનુ યાદ છે...

સંતાયેલી નીંદરને ઉજાગરા કૈં યાદ છે,
કહેલી વાત કાનમાં ને હાસ્યનો ગુંજારવ યાદ છે....

બળતા પગે ભર ઉનાળે દોડી ને મળવાનુ યાદ છે,
મરક મરક મલ્કાતા ચેહરે હસવાનુ યાદ છે...

રંગોળીના રંગો ને મન્દિરના ધંટારવ યાદ છે,
બંધ કરેલી આંખે અંદરઆવી ગયા નુ યાદ છે...

કાલ્પ્નીક દુનીયામાં ભાન ભુલવાનુ યાદ છે,
સજ્જ્ડ પગે વાસ્તવિકતામાં ડગ માંડવાનું યાદ છે...
....રેખા શુક્લ, શિકાગો

1 ટિપ્પણી:

  1. કાલ્પ્નીક દુનીયામા ભાન ભુલવાનુ યાદ છે,
    સજ્જ્ડ પગે વાસ્તવિકતામા ડગ માન્ડવાનુ યાદ છે.. વાહ આને ગઝલનુ સ્વરુપ આપો રેખાબેન..

    જવાબ આપોકાઢી નાખો