ગુરુવાર, 1 ડિસેમ્બર, 2011

મુરલી મનોહર...

સૌમ્યતાની વિશાળતા માં જડતાના કૈ વાદળો,
બારિકાઈથી ભરેલા પોતમા પડ્યા કૈ ડાઘાઓ

અચંબોને ઓછપે ભળેલા જોયા કૈ માનપત્રો,
જીર્ણ કવરમા સાચવેલા ભીન્જ્યા કૈ પ્રેમપત્રો

અધરે ઝુરતા પ્રશ્નોના નથી હોતા કૈ જવાબો,
બહેરા થઈને ફરનારા કાચા કાનના માણસો

સહાનુભુતિની આશાએ લટ્કાવ્યા કૈ હૈયાઓ,
શરમાયેલા શમણા ના વેરાણાં કૈ મોતીડાંઓ

પ્રભાત પગલે ઝાકળબિંદુ મોટા કૈ અશ્રુઓ,
ફુલની પાંદડીએ પંપાળ્યો કોનો સ્પર્શ!

સાચવી રાખેલા ચિત્રોમા પુર્યા કોણે રન્ગો,
રંગીન ચિત્રોમાં બ્લેક એન્ડ વ્હાઈટ દ્ર્શ્યો

હસુ હસુને રડી રહેલા નાના મોટા કાવ્યો,
કંડારેલી મુર્તિ મા કોના આવ્યા ભાવો !

સમી સાંજે દોડ્તા રહ્યા તરંગોના વણાંકો,
ભાંગ્યા તુટ્યાં વેરાણાં આંખોમાં શમણાંઓ

બંધ પલકમાં સર્યા પાંપણે કૈ સ્વપ્નાઓ,
મુઠ્ઠીની રેતી-શા સબંધ શાને સરકે..!!!

રુઝાયેલા ધાવોમાં ભાગ્ય-રેખા રઝળે,
મુરલી મનોહર સાંનિધ્યની તલપે તરફડે..!!!
રેખા શુક્લ, શિકાગો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો