કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શનિવાર, 12 ઑક્ટોબર, 2013
કહાની વાંચે
આંખોની કહાની વાંચે ઉમડતી રોશની
જાણું સ્વપને પ્રેમ તરંગો તો છે ફાની !
ચિરાગી સહયાત્રાની ગુલાબી ભગીની
ધેઘુર પ્રેમાંજલિએ સમર્પણ ભગીની !
--રેખા શુક્લ
નવોઢા કમળ રોળાયું
દીવડી રક્ત ખોવાયું
--રેખા શુક્લ
તારલાના આભમાં ઓઢ્યા'તા આભે
હરખાતી ધરણીએ પોઢ્યા'તા મોભે
--રેખા શુક્લ
પુષ્પોની ઝુકેલી ડાળ પ્રાંગણે મહેંકે !
આરાધના બિરાજે સજી હિંડોળે હિંચકે
--રેખા શુક્લ
શુક્રવાર, 11 ઑક્ટોબર, 2013
~~કાળની ચાબુક ~~
લટકતી અવળચંડી લટ લઈ ગઈ ઝાલી
નવીનતા સળવળી વળગી વટમાં ઠાલી
********************************* ખડખડતા હાસ્યમાં ગુલાબી થઈ ફાલી !
વરસાદી પાનખરે થઈ વાસંતી મ્હાલી !
**********************************
સપનાની પ્રણાલી યથાગત ચાલી
દૂબારાની પ્રથા હજલ થી રે ચાલી
**********************************
ડરી ગયાં સૌ કાળની ચાબુક જ્યાં ચાલી !!
ડાળ બરડ સૌ તરડ-તરડ નજર નમી ચાલી
*********************************** શું કરશે વિસ્મૃતિએ સંવેદના ગઈ જ્યાં ચાલી
કડડડભૂસ..થઈ ઘટના ધીમે ધીમે ગઈ ચાલી
....રેખા શુક્લ
ઋતુ આવી ...સ્મરણ લાવી...!!
લીલુડી વાડીએ કાગળ પર ઋતુ આવી હસી
મનસુબાએ પોકારી આંખો માં જઈને મલકી
પકડીને દુપટ્ટો પાલવે પાગલ પવન ઉડ્યો
પેને ગણગણ્યું કંઈક ને કાગળ નાચી ઉડ્યો
---રેખા શુક્લ
અસ્પર્શ ચરણાસ્પર્શ કરી ભજું હું મસ્ત બની
સધળું દેખું તુજ મહીં સજી ભજું હા મસ્ત બની
ઝીણી ઝીણી વિગતનું અવિસ્મયી સ્મરણ લાવી
ગઢની કાંગરીએ ટહુક્યો મોર તુજ સ્મરણ આવી
---રેખા શુક્લ
एक और किताब..बन जाये..!
तसल्लियां करे बेकरार...जब पलटु उम्मींद दे जाये
लफ्जों अश्क बन गये ... लो एक और किताब बन जाये !!
जान लुंटा दुंगी हां मुज जैसी महोब्बत वो कर जाये...!
दर्द और लफ्जं चुप हो जाये..जब सिमट लेंगे लौट आये
मैं ना हुं कोई पहेली पर वोही सुलजाये...सताये..मनाये
हर दम, हर गम, हर सांस "महेश " पुकार बन जाये..!
---रेखा शुक्ला
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)