શૂન્યતા
ક્રુરતા વધી ઘણી ત્યાં બાળક ક્યાં જન્મે છે
તડપાવે તરસાવે મારવા માટે જીવાડે, માર મારી મારે છે
બાળક બને મા-બાપ ત્યાં ભૂલકું જ ક્યાં જીવે છે
કોણે માગ્યું ભિખમાં જીવન બદલામાં બસ મોત જ મળે છે
દર્દ વધ્યું કે વધાર્યું ડ્રગ્સમાં માણસાઈ રોજ ડૂબે છે
શૂન્ય બની શૂન્યતા શૂન્ય જ અહીં તરે છે
--- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો