બુધવાર, 12 જૂન, 2019

વસમી વેદના રાખડી

Close-up of Rakhi : Stock Photo

                                         
મને કેમ વીસરી ? જો રૂડી રાખડી પણ છે રડી અડી
ભીંજાઈ ગઈ બધી જો પાંખડી 'ઓમ' ને અડી અડી

ઘર-પરસાળ, ગામ-પાદરું ઓલું ફળિયું પડે રડી અડી
સ્વજન, તરુવર લે સીમ-સીમાડો ભાંગ્યા અડી અડી

પંખીલોક ને કુંવારો વૈશાખ, ઘણ જાય છે રડી અડી
ઘર પછવાડી પરબે કેડી પ્રણયની જરાંક અડી અડી

વહેલો ને પહેલો માણ્યો રે વરસાદ છેડલો છેડી છેડી
કોરોકટ પાલવ ને ધોળોધબ વરસ્યો રે અડી અડી
---- રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો