મંગળવાર, 20 માર્ચ, 2018

પ્રૌઢ પથારી ...!!


જનમતાવેંત 'મા' નો 'ખોળો' જડે એક પથારી
સૌ કોઈ ઝૂલાવે વ્હાલે,  'પારણું' એક પથારી

મ્હાલે બચપણ મોજે, 'બાગ-બગીચો' એક પથારી
બેઠા 'અકૂટે' ભૂખ્યાં પેટે, 'આસન' પૂજા એક પથારી

'પ્રાંગણ' ખાટલી-મેડી 'ધાબે', ગણો તારલાં એક પથારી
મહેબૂબાની સુંવાળી પાનીએ, 'પારિજાત' એક પથારી

સલ્ત્નતની રાણી  પોઢે મખમલી 'ઢોલીયે' એક પથારી
ધરતી-ધરણી ભોંય માતૄભૂમિ, આખર 'માટી' એક પથારી
-----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો