શુક્રવાર, 8 એપ્રિલ, 2016

Love you to the moon & back !!

જાને જલ્દી લાવ જલ્દી !! Love you to the moon & back !!
ચડ્ડી પેહરી ફૂલ ઉગ્યા ત્યાં ગર્મી બહુ લાગે છે
સૂરજમુખી નું અજવાળું મુજ ને લાગે ઝંખે છે
----રેખા શુકલ
ઝરમર ઉગ્યા ડાળે ડાળે
ટહુક્યા પંખી પાળે પાળે 
પર્ણો સૂર્ય ને ચાળે માળે
કૂમળાં સપના તાણી માણે
નજરૂં ઝંખે ઓઝલ સ્મર્ણે
---રેખા શુક્લ
પરદેશી પંખી મોરલા તું આવ આંગણે
ચણ ચણવાને સંગ પોપટ લાવ પ્રાંગણે
---રેખા શુક્લ
સરોવર પાળે બતકા બેસી, વ્હાલ હવા સંગ કરતા
કર અડપલા ઝાંકળ બેસી, ઘાસે ચૂમા ચૂમી કરતા
---રેખા શુક્લ
તારલી ના પગલાં પડ્યા, ચાંદ ખીલી ગયો
ખળભળ્યા વાદળા અડ્યા, ચાંદ જલી ગયો
---રેખા શુક્લ
શું લાવું મુજ સંગ કહે તું
અક્ષર અર્થ વાર્તા કાવ્ય તું
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો