દિવાળી થોડી નજીક
કંકુપગલાં આવી
અંતરના ઉજાસે
કરીએ આરતી
ઝળકી દિવાળી
રૂડા પર્વે...
તારીખીયું બદલાયુ
ને દટ્ટા આઉડ ડેટેડ
પ્રકૄતિએ રંગ બદલ્યા
ઘડિયાળ બદલો પાછળ
ન્યુ રિઝોલિશની મજા
ખંખેરી પ્લસ-માઈનસ સજા
હાસ્યની દીપમાળા સંગ
સંસ્મરણો ખડખડાટ ખુશ
ચિમળાયેલી સંવેદનાને
પ્રગટાવી કરીએ સજીવન
ચાલો મનાવીએ દિવાળી
જિંદગીની થોડી નજીક જઈએ
-----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો