ગભરૂ નારના ગુલાબી ગાલે મોહ્યું તારૂં મનડું ઓ સાહ્યબા
તાંબા ની હેલીએ ભીના ખંજને હસ્યું'તું મુખડું ઓ સાહ્યબા
વીરડો ઉલેચું રેતી માં રમતા નાચતાં પગલા ઓ સાહ્યબા
ઓઢણી ની કોર લટક મટક ઉડી વળગી તને ઓ સાહ્યબા
સ્મરણ માં પણ નશો ઘોળાયો ખુદ નો ભેળો ઓ સાહ્યબા
છલકી રે ગાગર રણકી રે પાયલ વારી જાવું ઓ સાહ્યબા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો