લાવે મન શંકા
કે ભૂલી ગયા છે
ત્યાં તો આવે એડકી
કે યાદ આવી ગયા છે
----રેખા શુક્લ
નજરાય ના નજર તેથી જ નયન ને રાખું ઢાળી
પરખાઈ જાય નાહક તેથી જ લંઉ નજર વાળી
----રેખા શુક્લ
ડાયરી નું પાનું પ્રેમ ના ઉથલે
આપણી ધડકન ધકધક બોલે
છોડવાનું છે માટીપગાપણું બોલે
દિલ પર દસ્તક હોય પગલે પગલે
-----રેખા શુક્લ
સ્મૄતિ છે વિસરી
અવતાર ના બંધને
બોળી છે કલમ
જીગર ના ખૂને
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો