શુક્રવાર, 8 મે, 2015

ટૂંપાવી દો

નસ્તર મૂકી દો કાપ પર ...હજુ હાડમાં હામ રહી છે
ચાંપી ને હૈયે કરવાના અળગા, હાડમાં વેલ રહી છે
----રેખા શુક્લ*********
શ્વાસ ને ટૂંપાવી દો 
ખોદી છે મેં જ 
કબર ભાન માં
----રેખા શુક્લ***********

એક તરફ જીવન ને બીજી બાજુ સુખ
એક મળે બીજુ છૂટે આ તે કેવી સુધ (સમજ)
----રેખા શુક્લ**********
એકલપંથી ને વળગણ લાગ્યું ક્યાંથી
પ્રવાસી નું રે ગળપણ જાગ્યું ક્યાંથી 
----રેખા શુક્લ************
નગર ને તરસ લાગે આગની 
ઠારવાને ભસ્મ માંગે ભાગની
----રેખા શુક્લ***********

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો