શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2015

હું થઈ જાંઉ બરફ

પાણી ને લાગી'તી તરસ,ઠંડી ફૂંકતો વરસ્યો બરફ;
બરફ પાછલી ઠંડી લઈને, ધરણી ને ચૂમ્યો બરફ;
ચાલ્યો જા ને બરફ તું, ગરમ રૂમમાં હું થઈ જાંઉ બરફ
---રેખા શુક્લ

મીંઠુ ચડ્યું, ગણપણ ચડ્યું, ઉપરથી ચડ્યો ક્ષાર;
ઝાપટ ઝાપટ કર્યા કરું , ખંખેરૂ જાત નો ભાર !!
ખાલી બોક્સ માં અક્ષરો ભરેલા કાગળિયા ઉડે
---રેખા શુક્લ

ભીતર ભીતર મનડા માં તરંગો થઈને જડે !!
હઉકલી કરે પગલાં પગલાં આવી મુજને અડે
પાછળથી ભરે બથ કે ટિંગાઈ જાય જોઈ કે રડે
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો