બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015

જી--વન

આંગળીઓનું કંપન અને દિલની ધડકન થોડીક ખોદે છે રોજ કબર તું ને જીન્દગી ઝંખે છે થોડીક
કરે છે ડોકિયા કબરમાંથી ને મોતથી ડરે થોડીક ઉગે છે રોજ નવા રિશ્તા ને હ્રદયથી દુર તું થોડીક
જરૂરત તે પ્રેમ છે તે તુ મને કહે છે અહીં થોડીક તુટે છે રોજ નખ ને આંગળા વેગળા કરે થોડીક
ફરી ફરી ને એટલું ન સમજાયું જિંદગી થોડીક નહીં તું જી--વન કેમ ગોતે ઘડીક ઘડીક..!! --રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો