શનિવાર, 12 સપ્ટેમ્બર, 2015

ચલ દરિયો જ ભરી લંઉ
બંધ સુટકેસ માં ચલ, દરિયો જ ભરી લંઉ
ડગલાં માંડી રેતે સૂતું, ધુમ્મસ જોઈ લંઉ...ચલ દરિયો જ ભરી લંઉ

તારલિયા ની ઓઢણી, સફેદી પહેરી લંઉ
ઉમળકા ના ઉગે ફૂલ, ફરફર મહેંકી લંઉ...ચલ દરિયો જ ભરી લંઉ

ભરી શ્વાસમાં મોજાં, તુજ ને  ઓઢી લંઉ
ઘૂઘવતાં પાણી ના, છિપલાં વીણી લંઉ...ચલ દરિયો જ ભરી લંઉ

ઉગ્યું કુમળું કિરણ, સોનેરી સિંદુર ભરી લંઉ
છ્મ્ છમ નાચે રશ્મિ, સંગસંગ નાચી લંઉ...ચલ દરિયો જ ભરી લંઉ
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો