પાણીયેરીથી પગરવ પાડે ઝાંઝરી ભીનાશમાં
મુગટ મોરલી મુખારવિંદ અકબંધ રે આંખમાં
રડતો કાંઠો લૂંછે આંખો, ભીની પાંખુ રાખ માં
ખુશ્બુ ફુલદાનીએ ને સમંદર છીછરો પર્ણમાં
જીવી સપના ભીંસાયા, પથરા તો પાયા માં
વેઠી પ્રસવ પીડા કરે, વ્હાલ ઝાઝુ આંખમાં
ઉજાગરા રોજ ભળે ને સપના છળે આભ માં
પાંખો ને પંપાળી રૂપ વિખરે ચંદન શ્વાસમાં
લાગણીયું ટેરવે ભળે, લજામણીની આગમાં
રાધા નો કા'ન આવી મૂઓ કળે અંગેઅંગમાં
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો