તડપન છે કે જિંદગી ??
પાંખ વાળી પનિહારી છે, કે પરીઓની રાણી
ઉંડા કૂવામાં ઉતરી છે, કે ગુલ મહોરે ભાળી
દૂર દૂર નજરૂ તાણી છે, આતો કોઈ મહારાણી
ઘમ્મરિયાળી જાણી છે, જઇ દર્પણે શે મૂંઝાણી
ડૂંસકા મૂકે અંધારૂં ને, સૂર્ય-પ્રકાશી લે ઉજાળી
નાચી કામણગારી રે, મોરની ટહુકી રૂપાળી
રૂપા કેરી સાંકળી ને, નાકે ઝીણકી વાળી !!
રાતાચોળ ગાલે ખંજન, આંખ્યું અંજન ઢાળી
લચક્ લચક કમર ને, ઉડઉડ રાતી ઓઢ્ણી
----રેખા શુક્લ ૦૬/૦૫/૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો