સાચુકલી વાત કેહવાય કે માણસ હોવાનો ભ્રમ ખોળે છોને
જગાડી મૂકે શમણાં ભોર ભઈ નવ દિપ હોવાનો ભ્રમ છોને
ઘટમાળ છે તારીખો બદલાય છે ઘટના થવાનો ભ્રમ છોને
સાસરિયા પ્રિયજન ને પિયરીયા પ્રિયજન નો ભ્રમ રહે છોને
પાગલ પાયલ ને પુસ્તક નક્ષત્રમાં આસ્થા રાખી હોય છોને
અઢળક પ્રેમ ને સહકાર ની રહે ઉભરાતી લાગણી મળે છોને
વળી વળીને રોજ રોજ એક જ આવે સવાલ ઉભો રહે છોને
પ્લાસ્ટિકની ક્રેડિટ ને વેચાતું અરીસે સ્મિત ઉભું પૂછે છોને
ભાન વગરના અમે ભાવ વગરની દુનિયામાં રહીએ છોને
પાન ખરે છે આશિષ દેતા વૃક્ષ ને વંટોળ વહી ચડે છોને
હ્રદય પંખીડુ સંગીત મય તાને નર્તન કરતું ગાયે છોને
પંખીઓની ભાઈબંધી ને ગણગણતી ગુંજન સખી છોને
અર્પણ કરીએ કવિઓને છોને તર્પણ થાતી કવિતા છોને
લપસી લપસી ખડખડાટ હસતા અક્ષરોની ગમ્મત છોને
----રેખા શુક્લ ૦૩/૧૨/૨૦૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો