પાણી ભર્યા ફુગ્ગા ફૂંટ્યા આભેથી
આંખ્યુ આગ ઝગારા લૂંટ્યા આભેથી
---રેખા શુક્લ
પાયલ સંગ નાચે ઘુંઘરું ઘુંઘરુ રે....
બજા સંગ ભોલે ડમરું ડમરું રે....
રંગ લે ચુનરિયાં મોરી મોરી રે...
ઐય ઐય ઐય ઐય ઐય ઐય રે...
---રેખા શુક્લ
વિકસે છે ટેરવે ઝાંકળ બનીને
પ્રગટે છે ફૂલ ફોરમ બનીને !
ચમકે છે બરફ ડાયમંડ બનીને
ખનકે છે પાયલ પગલાં બનીને
આ બરફની ચાદર તો હવે ....
વિંટળાઈ છે પ્રેમની રસમ બનીને
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો