સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

શબ્દ કાગળે રડ્યા


વાગે તાલ ને તાનમાં નાચ જિંદગી મહીં, 
હૂંફે બાળી ને સાનમાં રાચ જિંદગી મહીં
આખું આભ ઝળહળે તારલા આંજ્યા મહીં, 
નામનો ચંદ્ર ચાંદનીમાં દડદડતો મહીં
સ્પર્શની કિરણ કિનારી દિલની ભિંજવે મહીં, 
વળગી લેને હ્રદય ને સમજાવે મહીં
તરબોળ લીલીછ્મ્મ પર્ણ થઈ પાંદડી મહીં,
રેસાઓ ચુમે કિરણ સિસકરા ફુલ મહીં
સરી પડ્યું પાંદડુ ફુલ ખર્યાપછી અહીં મહીં, 
સ્યાહી શબ્દ કાગળે રડ્યા પછી મહીં
વિશાદની વિહવળતાના ડહાપણપછી અહીં,
ભૂમિ ઉગાડે પાયલ પાગલ ફૂલડાં મહીં
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો