શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2014

રણઝણિયું


ઉત્સવ ઉજાસ, નો છે મર્મ ઉંડાણનો
ગમગીની વેચાય હાટડીએ ભૂલી હાસ્યનો
પાછા આવો તમે, રાતી ચોળ રાતનો

રોજ રડે ઉજાગરો, ભોળી યાદ વાતનો
જમાવીને બેઠી અડ્ડો, અજંપો ઘાવનો
ઠોકરો ને ફોસલાવી વ્હાલ ભાવિ વાતનો

સીધુ સરળ નામ મુજ નું ગુંજે તું ગીત ગાતો
નાનું નાનું 'રણઝણિયું' મૂકી હસાવતો
ખોટું ખોટું હસી ને મુજને ફોસલાવતો

----રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. મિત્રાય નમઃ કહી..
    તારા જેવી નિસ્વાર્થ મૈત્રિ ભરુ...

    રવયે નમઃ કહી..
    તારા નાદે જગતમા ગતી ભરુ...

    સુર્યાય નમઃ કહી..
    તારા જેવી સૌર્યતા જીવનમા ભરુ...

    ખગાય નમઃ કહી..
    જીવનમા મીઠો કલશોર ભરુ...

    પ્રુષ્ણેય નમઃ કહી..
    જીવનમા તૃપ્ત બની તૃષ્ણા ભરુ...

    આદિત્યાય નમઃ કહી..
    અરુણની જેમ નિયમીતતા ભરુ...

    ભાસ્કરાય નમઃ કહી..
    સતત આભાસ "જગત" મા ભરુ...

    જવાબ આપોકાઢી નાખો