શુક્રવાર, 22 ઑગસ્ટ, 2014

પોપટડી....વરણાગી


પોપટડી વરણાગી લાલ લીલા રંગ માં વિંધાણી છે
ટપકું પાણી બટકું મરચું અંગે અંગે થી સિંધાણી છે

પોપટની ખાંસી એ લીધો ઉપાડ ચોમેર ફેલાણી છે
નજીક રેહવાતું નથી દૂર જવાતુ નથી પિંખાણી છે

અહળંગો લાગ્યો એકમેક ની જુદાઈમાં જોડાણી છે
એક દા'ડો વ્હાલ નો, બીજો શમણામાં રોકાણી છે

પારેવડી ની આવે યાદ ઘૂં-ઘૂં.... માં રોવાણી છે 
મીઠડી પ્રિયતમની હસતા હસતા જ ખરપાણી છે
-----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો