કોતરણિયું નજરે પડી આભે જો રૂડી ભાત પડી
તારલિયા ની ઓઢી ઓઢણી રૂડી આવ રાત પડી
લાજવંતી લજામણી લેસ લેસના પડદે છે જડી
નકશીકામ ને બારીકાઈ મંદિરના ઘુંમટે છે ઘડી
પર્ણ પર્ણ માં કારીગરી જોઉ વૄક્ષના ઘેરાવે અડી
વળીવળી પીંછે રંગી સોનેરી ભઈ ભોર નભે જડી
દિલ પર નસોની જોડણી ભલે રડી સરેરાશે નડી
મેંદી ના ચટકે ચડીહું છું મલપતી જુઓ નાર જડી
સુશીલ મુજમાં હસે દોડે લોહી ની શું જાત તે ઘડી
ટેરવે શંખ ચક્ર ની તારે મારે નોખી રૂડી ભાત પડી
ભરતકામ લાવી રંગોળી માં એક સુહાની જાત જડી
જે જુએ છે આંખો ત્યાં, અંધાર ને ચિત્કાર છે
જ્યારે દિલ સાંભળે, કળયુગ નો ચિતાર છે
શું દોરે છે નારી અહીં, નર ક્યાં અવતાર છે
ભવ્યતા તો શબ્દોની, જ્યાં ભળે આકાર છે
બાકી તો મિથ્યા માનવી, માનીલે સાકાર છે
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો