અંતરિક્ષમાંથી ગુજરી, પ્રકાશમાં ગુજરી ડરી ડરી
ગુરૂની ગમતી ખરી ખરી, કસોટી થી ભરી ભરી
ફૂંવારો ને ફૂલદાની, ફૂલડાં માં ખુશ્બુ થી ભરી ભરી
વેબને વળગી ભળી, જો આંસુમાં તો ખરી ખરી
પ્રસંશનીય વૈભવી, ખુશ્બુ પણ ચિપકી જરી જરી
બરફનું એક પંખીડુ ઉડતું જઈ ગગને ફરી ફરી
------રેખા શુક્લ ૦૪/૦૬/૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો