ટપટપ ટપકી ફરે અટકી કરે વ્હાલ
વાયુ સંગ વહેતું મોકલું મા નું વ્હાલ
સૂરજ જેવું રૂપ ધરી ફરી વળે વ્હાલ
કેવા અક્ષરના રોજ રાતે આગિયા ફરે
રાત આખી મૌન હાલરડાં મીઠા ગાય
ઉંઘમાંય ગગનગોખથી તારલિયા ગાય
ગદગદિત સ્વરે ચરણસ્પર્શ આવી કરે
કેવા અક્ષરના રોજ રાતે આગિયા ફરે
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો