સૂકીભાજીનું શાક જમતા જમતા વિચારમાં પડી ગઈ...ભાણે થી ઉઠી ગઈ...ભાઈએ ખુશ ખુશ થઈને વિદાય આપેલી...સાસરે ડાહી થઈ ને રેહજે ની શિખામણ ખુબ ધ્યાન થી રોતા રોતા સાંભળેલી...પરદેશ છે આવી નહીં શકીએ પારકા દેશમાં ને અજાણ્યા માણસો...કેટલાય દિવસથી ચિંતા હોવા છંતા મા કહે તે પેહલા જાણી તો ગયેલીજ...આ અક્ષયને કયારેય ના સમજાયું સુશીલ ના આવ્યા પછી પણ...! એક વાર ની બળજબરી નું પરિણામ ...મારે શા માટ ભોગવવું જોઈએ...રોજ રોજની ઝીણી ઝીણી બાબતો....ધરબાઈ ને બેઠેલો અગ્નિ.. જ્વાળામુખી થઈ ગયો...જ્યારે હાથ ઉપાડ્યો.... જણ્યા પછી પાળવાની જબાવદારી એજયુકેશન વગર અંતે નહીં જ થાય...ચીસ પાડી ને મિનારા તૂટી પડ્યા...એક શાંત તળાવમાં કાંકરો નહીં પણ પથરો પડી ગયો. છોડી ને નહીં જઉ ને તો બંધાઈ જઈશ....ગોંધાઈ જઈશ...મરી જઈશ..!! મૌન કેટલા મહિના ચાલશે...આખરે રસ્તો ઝાંખો ભલે દેખાય ચાલવું પડશે...સુનીલને સાથે નહીં લેવાનો...રડતો મૂકી ને એક મા થઈ ને ચાલ્યા ગયે આજે દશ વર્ષ થઈ પણ ગયા...નાના ભરતો પગલા સુનીલ રડતો રડતો આવ્યો...કોણ જાણે કેમ એના હાથ પર બાંધેલો પાટો મારા મૌનને ખળભળાવી ગયો...આમ કેમ જીવાશે?પિતા છે કે કસાઈ ??? હા એક રાવણ અહીં જીવે છે...!! સુંદર મજાની માંજરી આંખો ને મેંદી ભરેલા હાથો...બે ચોટલે કર્યો ગ્રહપ્રવેશ કેટલી બધી મુગ્ધતા..સંવેદના અને પછી સ્ત્રીપણા ની પરીક્ષા...મૌનની પરીક્ષા....માતા-પિતા નો જાકારો...સતત પેહરો ને યાદ ને મસળતી વાસ્તવિકતા નો અંત...સુશીલ ને છોડવો પડયો ને આજે કોર્ટમાં ખાવાખર્ચીના પૈસા માંગતા શરમ નથી આવી...બીજી અપેક્ષા તેની પાસે થી હોઈ પણ શું શકે???? વેલ ની જેમ વળગી ને રહી તો....ફ્રોઝન ના સમય થયો ના સ્મૃતિ એ ખળખળ વેહવાનું બંધ કર્યુ...હા મારું અંગ મારે જુદુ કરવું પડ્યું...!! સુશીલ હું તારી મા છું પણ રહી નહીં તારી પાસે...પૂછે તો જણાવું કઈ રીતે જીવી છે એક એક ક્ષણ મરીને !! તારું મૌન જ્યારે ખળભળે મને યાદ કરજે...આવીશને બેટા...એણે અબળા ને છંછેડી છે...પાઠ ભણાવા માટે જુદો કરેલો...પણ સાંભળ્યું કે તારા માટે બીજી મમ્મી લઈ આવે છે....તનેપણ ખુબ રંજાડે છે સાંભળી ને કકળે છે મારી આંતરડી.. તારા કુમળા હાથે કામ કરાવે છે... જઈ ને કોને કહું જે કાયમ તને સંભાળશે ....દિલથી ચાહશે. સગપણે જ્યારે છોડ્યો સથવારો..ધડધડ હૈયે ભાગેલી… ચર્ચ ની મદદ મળેલી....ત્યારે કેટલા ગુસ્સા ને ગળી ને જુસ્સામાં ભાગેલી...!! બંધન તોડ્યું તો યે વળગ્યું યાદોમાં ....ભાવિ હાથતાળી દઈ ને ભાગી જશે...તારે તારું ....અરેરે બચપણ માં મોટુ થઈ જાવું પડે છે...તું કહે છે ટેવાઈ ગયો છે..!!! ટેવાઈ ગયો કે અજ્જડ થઈ ગયેલો ...લેવાઈ ગયેલો...વિલાઈ ગયેલો...શોસાઈ ગયેલો.. કરમાઈ ગયેલો..??? આંખો અટવાણી ત્યારે મા એ પણ મૂકી દીધો..પૂછે છે જીંદગી હિસાબ ને ખોળો ખાલી છે...કોણ જાણે છે?? કોણ જાગે છે?? અવાક સુશીલ ક્યાં ક્યાં ભાગે છે????
---રેખા શુક્લ (વધુ આવતા અંકેઃ ક્રમશઃ)
સ્રુશીલ** એક પારિજાતક નું ફુલ તને ઘરવું છે....સ્વીકારીશ ને ? (2)
ગોરો ગોરો બફલા જેવો ટગર ટગર જો'તો ભાવિની ગુંચો ભરેલો લછ્છો..!! પેહલા ઓછા પગારમાં બધું પોસાતું ...સગા સંબંધી પણ સમાઈ જતા..હવે એક નથી સચવાતો...સંભાળાતો..ખામી કે ઓછપ..સાક્ષરની ભોંઠપ ?? આ નવા સમાજની ઓળખ? અસ્તિત્વના ટૂકડાને કચરા ની જેમ ઉપાડી ને ખસેડી દો નજરથી દૂર..આમાં નવાગંતુક નો કોઈ દોષ ?? બાળપણે બાળહઠ ઓકે ગણાય..પણ હઠે ચડેલા માતાપિતાનું સંતાન બાળહઠ ક્યાંથી કરી શકે?? એને તો બાળપણ પણ શું છે ???એનો રોષ દોષમાં પ્રગટ થવાનોજ ને..ખરાબ રસ્તા પહેલા ખુલશે... અંધારે ભટકાઈ જશે ..ભરખાઈ જશે...મળશે પ્રેમાળ છેતરામણો હાથ તો ભોળવાઈ જશે, કંઇ રીતે અટકાવું?? એક હાથ દઈ ને હક જમાવું?? પેહલા ખોળે પધાર્યો..હનીમુન ના દિવસોમાં પણ ઉત્સાહ ને મરતો જોયો..તોય અહીં આવવાનો મોહ ના છોડ્યો..આવી ને શું કાંદા કાઢ્યા? લગ્ન વખતે પપ્પાને હોસ્પિટલમાં એડમીટ કરેલા..એક ની એક દિકરીના લગ્ન..દિકરી વ્હાલ નો દરિયો...વિદાય આવી ગઈ પાસે..પારકે ઘેર મોક્લતા પેહલા તો બીમાર પડી ગયા.પેનીક એટેક હતો બચી ગયા..આને જ્યારે મારી મુંઝવણ કહી તો કેમ કહી દીધું મરી જજે ત્યાં પણ અહીં પાછી ન આવતી. ..બસ પ્રેમ બધો ખલાસ થઈ ગયો?? અને મેં પણ શું કર્યું? સુશીલ સાથે..વાઘના મોઢામાં
માં ધકેલી ને ભાગી નીકળી..જેથી હું બંધન મુક્ત રહી પુરૂષને પાઠ ભણાવી શકુ !! ચર્ચવાળા જીસસ ક્રાઈસ્ટ, મસ્જીદવાળા અલ્લાહ, ઘર-ધણી ને ઉપરવાળા તો પુરૂષ ને હું એક સ્ત્રી થઈને ડરી ગઈ..ખસી ગઈ માં થઈને..?? હૈયે પત્થર મુકેલો કે હૈયું પત્થર થયું ને નીકળેલી..જાત સાથેના સંવાદો માં ન્યાય નો અપવાદ થઈ ગયો...સંભોગમાં નિર્દોષનું બાળપણ હણાઈ ગયું ને જીવવાની સજા મળી. દફ્તર ના બોજે ના મર્યો તો રાવણના હાથમાં ધરી દીધો..આમાં સુશીલ અવાચકને અજ્ઞાન રહી જશે? કોણ જવાબદાર?? કોને કહું હું ગુન્હેગાર !! (ક્રમશઃ2)
પેશન
કોને કહે છે કઈ
રીતે સમજાવું?? એ ભોળો કે
લુચ્ચો કઈ રીતે જણાવું??
દુનિયાદારીમાં ભડકાઈ જાય તે
હણાઈ જાય ને ભરમાઈ
જાય તે ખોવાઈ જાય.
નણંદ ના દિકરા ને
જોઈને કોણ ખુશ ન
થાય? પરાણે વ્હાલો લાગે
તેવો મળો તો ખુશ
કરી દે..ખોળો ભર્યો
ખુશીમાં તો એનેજ ભાઈ
ગણેલો...કંકુવાળા હાથે થપકી મારવાને
બદલે વ્હાલ કરતા જોયેલો..નજરે આજે ચશ્મા
આવી ગયા પણ બધુ
સાફ તરવરે છે. બે
જણા પોતાની અમુલ્ય સાંજ
મોજ થી માણે છે...ત્યારે કોઈ અજાણી
ત્રીજી વ્યક્તિની ચિંતા થોડી કરે
છે?? ના, એમને તો
બસ ત્રીજી અજાણી ની
થતી છેડતીમાં વધુ રસ હતો..અરે પણ શાંતિથી
વાત પતે તેમ ના
હોય તો પણ ઝંપલાવાની
શી જરૂર હોય?? આ
તો પોલિસ આવે, જુબાની
આપવાની અરે આ બધી
ભાંગજડમાં શા માટે? ના
લેવા ના દેવા... પોતાને
જીવતા ના આવડે ને
બીજાના જીવનમાં ડખલગીરી શા માટે કરવાની??
મન મુંઝાય છે બહારે
નીકળવા તલપાપડ છે ..ગાડી
વગરના તો હાથ પગ
વગરના તમે..ને ગાડી
આવી તો ભગાણું...જીવન
કહે ભલુ થઈ ભાંગી
જંજાળ... અરે સાચું કહું
તો મંડાણી મોકાણ...ભાગીભાગી
ને મન ક્યાં પહોચ્યું..?
ઉલ માંથી ચુલમાં જઈ
ફસાયું..આખરે દિલ
સપડાણું-પુરૂષના પગમાં પોસાણું..હવે
છ વર્ષની સુહાની ને
લઈને સ્કુલમાં કામ કરું છું.
હા, પણ સુશીલ ને
યાદ પણ નથી કરી
શકતી કે ભૂલી પણ
નથી શકતી. સુહાનીને ખુશ
રાખવા નવું કૈં લાવું
ને સુશીલ નજરે તરવરે..તેનો લાંબો પોનીટેલ
વાળો ચેહરો નજરે ચડે
છે..હા, બાબરી પણ
ન્હોતી ઉતારી ને પેહલા
છુટી ગયો. રોજ સુહાની
ને લોરી ગાઈ સુવાડું
ત્યારે વિચારું
સુશીલ ને કદી લાડ
ના કરી શકી..એક
દિવસ તેના માટે કાર
ને બોલ લઈ આવી
તો હાથે ડામ દીધેલો...નિશાન હજુ છે..નણંદ-નણદોઈ અચાનક
મળવા આવી ચડેલા તો
પૂછ્યું તો પણ કંઈ
ના કહી શકી કદાચ
તોય મારું મૌન ચાડી
ખઈ ગયેલું. (ક્રમશઃ૩)
બારીમાં
ચકલી બેસી કાચ પર
તેની ચાંચ મારી મારી
કંઈક કહી રહી હતી...તારા સંગે શું
ખેંચાણી..ઢબુરી રાખે છું
ભીંજાણી..મેં બારી ખોલી
જરીક ત્યાં તો ઉડી
ગઈ..વસંતના વધામણા ની
આગાહી દેવા જ આવેલી
કે..વાસંતી વાયરે વાળ
પંપાળી લીધા..આ ફાગણની
હોળીમાં સુશીલ ને મળવાનું
મને ખુબ મન છે.ગળે વળગી ને
રડવું છે. અરે વળગાડી
ને ઘણું કેહવુ છે.
સુહાની ને પણ કહીશ
ચાલ...પણ શું કહીશ??
એ તો કેટલી ન્હાની
છે..ભોળી છે એની
માંજરી આંખો ને કોયલ
જેવો અવાજ મને ખુશ
કરી દે છે..પણ
તે એના પપ્પા થી
ડરે છે..રોજ દારૂને
સિગરેટ પીવા જોઈએ છે.
ક્યાં ગઈ વડીલની આમન્યા
ને સભ્યતા? ને રૂપના શિંગ
મારા મને જ નડ્યા..તે ઉલમાંથી ચૂલમાં
જઈ ભરાણાં..સુહાની ને લઈને
હું મોટા ભાગે અંજલી
પાસે ચાલી જાઉ છું.
કંઈ
પણ વધી ઘટી લાગણીને
છુંદતા સડસડાટ તે
માંગી ગયો...બસ મને
તો સુશીલના ખાવાખર્ચીનો હિસાબ જોઈએ ...કોર્ટને
શું છે? ચુકાદોજ દેવાનો
હોય છે ને..? જીવવાનો
અધિકાર છીનવાઈ જાય ને
મોત ની સજા મળે
મજા કરો ...!!તારે જમીં પે
કહી દે ચાંદ ખોળે
ધરીદે..વાદળ થઈ ને
વર-સાદ જ્યારે ગર્જયો
એક વાર ને સુશીલ
મળ્યો ...બીજી વાર વરસ્યો
ને સુહાની ભેટમાં મળી...હા કહો કે
ના કહો ઉપરવાળાની દેન
સમજી માત્ર આગળ જોતા
જોતા તોય પાછળ જોવાઈ
ગયું ને થંભી
ગયો શ્વાસ જ્યારે આયને
જોવાઈ ગયું . આ કોણે
રંગી સફેદી મારે માથે??
ભાસે ચામડી તણાઈ ,આ
નથી ગમતી આયને એક
સગાઈ!! એક પાત્રિય સંવાદ
વાર્તા સ્પર્ધા માટે મારી ગણો
તો મારી, સુશીલ ની
ગણો તો તેની, સુહાનીની
ગણો તો તેની..આમ
જુઓ તો રસ્તે રઝળતી
એક વાર્તા છે...! ક્યાંક જિંદગી
ઝળહળી ને આથમી તોય
એક વાર્તા છે. પાત્ર-સુપાત્ર-કુપાત્ર સંજોગોને આધિન કે પરાધિન
છે..? જીતવા માટે શ્રી
ગણેશ ને કંકુ-ચોખા
મથાળે શુભમ જરૂરી છે..હા છઠ્ઠ ના
લખ્યા લેખ મિથ્યા થાય
ના વિધિ ના લખિયા
લેખ લલાટે ઠોકર ખાયને
ખાય. અંજલી ને જોઇ
બોયકટમાં તો ફેશનેબલ માં
ગણી કાઢેલી...પણ સિગરેટ પીતા
જોઈ તો વિચારતી થંભી
ગઈ. પોતાના તરફ કોઈ
જુવે-જિંદા છું તેવું
જણાવે...તેને પણ કોઈ
પ્રેમથી બોલાવે તે માટે
ચેંજ ચાલો બરાબર છે
સમજ્યા પણ આ સિગરેટ..?
આ આદત ખબર નથી
ક્યાં લઈ જશે? પેહલી
ને છેલ્લી વાર કહી
દંઉ છું અંજલી તારે
આવા રવાડે ચડવું હોય
તો તું મારી ફ્રેંડ
નથી-સુહાનીની માસી નથી-અને
હા દલીલ પણ કરવાનું
જો વિચારતી હોય તો માફ
કરજે તારી પાસે થી
આવી અપેક્ષા ન્હોતી. (ક્રમશઃ ૪ )
અહીં
ચળકતી ફર્શ છે કચરો
જડતો નથી... બરફની ઓઢણીમાં
શબ્દ નો ઘા જડતો
નથી...બે ચોટલાના ફુમતાં
બાંધેલા હજુ ડ્રોઅરમાં પડ્યા
છે..!! સુહાની ક્યારેક સસલુ
બની સ્નોમાં સૂતી સૂતી એંજલ
બનાવા હાથ
નહીં પણ પાંખો આવી
ઉડતી હોય તેમ કરવા
મથતી હતી ..તેના ભમ્મરિયાળા
વાંકડિયા વાળ તેના ગરમ
કોટ (બની સૂટ) માંથી
ડોકિયાં કરી તેના ગોરા
ગોરા ગાલને વ્હાલ કરી
સતાવી જાય છે. અંજલી
એના માટે
ક્યુટીઝ (બેબી સંતરા) લઈ
ને આવી છે તેને
ફોસલાવી ને ઘરમાં લાવે
છે. તમે તો સમજી
જ ગયા હશો હવે
અંજલીએ તે દિવસથી સિગરેટ
ને હાથ પણ લગાવ્યો
નથી. હા, તેની સાથે
આજે અમર પણ આવ્યો
છે.બંને
ખુશ ખુશ લાગે છે
..મારી નજર હજુ પણ
તાંકતી જ હોત ત્યાં
સુહાની એને તું બોય
છે તું બોય છે..માસી બોય
છે કહીને ચિડવતી નજરે
પડી...ચૂપ ..ચૂપ કરતી
અંજલી તેની પાછળ પડી
ગઈ ને તેને પકડી
પાડી..રૂમમાં
ત્રણેયનો ખડખડાટ અવાજ ગુંજી
રહ્યો..તેને લઈ ને
રૂમમાં લઈ ચેંજ કરવા
લાગી ..આ સખી ઘરની સાચી
ને સારી માસી જ
બની ગયેલી..અમર પણ
તેની પાછળ આવી ઉભો
હતો..ફીટેડ સફેદ શર્ટ,લાંબુ કદ,સરખા
ઓળેલા વાળ, અણિયારૂ નાક
ને પ્રેમાળ મોટી કાળી કાળી
આંખો... પાસે આવ્યો ને
મારું ધ્યાનભંગ
કરવા બોલ્યો...ક્યાં છો?? સુહાની
પાસે આવી ને બોલી
મોહી પડ્યા કે શું?
અંજલી સાચુ કહું તો
આ રૂપનો
ઢગલો તને મુબારક..બંનેની
જોડી ઝકાસ લાગે છે...હો !! અંજલી વળગી
પડી ને કમરે સુહાની
વળગી જ હતી તો
અમર કંઈ બાકી રહે?
ગ્રુપ હગ..ગ્રુપ હગ
.બધા મીઠ્ઠું હસ્યા..સાચેજ ડરાવે
છે મને આટલું બધું
વ્હાલ હો..ક્યાંકથી રાવણ
ની નજર પડી જશે
તો..?? વાતાવરણ ખુશનુમા હતું ને ભંગ
ન્હોતો થવા દેવો ..ચાલો
ચાય પીશો કે કોફી
બનાવું? કહીને રસોડાભણી ચાલી..સુહાની ને તો
હવે અંજલી-અમર મળી
ગયા તો મારી સામુ
જોયા વગર બોલી..મારું
ચોકલેટ મિલ્ક..!!ઓકે
ઓકે હેય આ છોકરી
શું શું કરાવશે !! ડ્રેસિંગ
ટેબલ પર પડેલા ચશ્માં
પહેર્યા ને આજની પડેલી
મેઈલ ફરી
નજરે પડી..શાંતિથી વાંચીશ
પછી વિચારી ચાય નાસ્તો
બનાવામાં મશગુલ થઈ ગઈ.એક કવર હજુ
તાકતું હતું...સૌના ગયા
પછી વાંચીશ..ફરી મન મનાવ્યું..પણ ઉંધુ કરતા
નજર પડી..આઈ હેઈટ
યુ મોમ..પલંગ પર
ફસડાઈ પડી..ઝટ દઈ
ને કવર ઓશિકાની નીચે
સંતાડી દીધું...જેને દૂર કર્યો
તેનો સામનો કરવાનો
સમય આવી ગયો..હકીકતમાં
પરિસ્થિતિ થી ક્યારેય ભગાતું
નથી..સમજી ને લીધેલું
પગલું ભર્યું તો પણ
આજે તો..?? ખોટુ પૂરવાર
થઈ ગયું ...માન્યતાઓ, રિવાજો, લાગણીઓ ની જેમ
હકીકતે પછડાટ ખાધી.મન
ભારેખમ હતું. વિચારોના વમળમાં
ગરકાવ હતું..વંટોળ થી
જાણે માથું ભમતું હતું
..પગ નો લાગ્યો ભાર
...ટુંટિયું વાળીને થરથરતુ શરીર
પડી રહ્યું. (ક્રમશઃ5)
જે
જુએ છે આંખો ત્યાં,
અંધાર ને ચિત્કાર છે
જ્યારે
દિલ સાંભળે, કળયુગ નો ચિતાર
છે
શું
દોરે છે નારી અહીં,
નર ક્યાં અવતાર છે
ભવ્યતા
તો શબ્દોની, જ્યાં ભળે આકાર
છે
બાકી
તો મિથ્યા માનવી, માનીલે
સાકાર છે
---રેખા
શુક્લ
એમ્બીશન
કેટકેટલી હેસલ લઈ ને
આવે છે...ડોન્ટ ટેક
લંચ મોર ધેન હાફ
એન આવર ઓન્લી...આઈ
હેવ ટુ આન્સર ટુ
માય બોસ. એન્ડ વ્હેન
ઇટ કમ્સ 'યુ' એન્ડ
'મી'... 'મી' ઓલ્વેઝ
વિન..એક જ શ્વાસ
માં અમર બોલી ગયો..ગ્લેડિસ ધ્રુસકે ધ્રુસકે રડી પડી...ડાયાબિટિસ
ના લીધે કોમા માં
ચાલી ગયેલી તેની ન્હાની
બેન ગુજરી
ગઈ..! પૈસા વગર પણ
પાંગળો માનવી ને પૈસા
લાવે જવાબદારી ત્યારે પણ પામર
માનવી. લક્ષ્મીજી
ના વગર ના જીવી
શકાય....ને ઝ્ંખના તોય
પાંચ મિનિટની ફેઈમની-નામ કમાવાની-વંશ વધારવાની,અંશ
માટે તરસે માનવી..ઉકળે
માનવી..અરે જંગ ખેલે
માનવી..!! દિલ નું કરે
અધનપતન માનવી..સૌને બીજાની
પત્ની વધુ ગમે..ગ્રેટ
કોમ્પીટીશન ...ગ્રેટ કોન્ફીડન્સ-લેટ્સ
સ્ટેપ અપ ધ ગેઈમ..બધું કહેવા માટે, સ્ત્રી
માટે તો સ્ટેપ બેક..રૂપને ઢાંકો-લેસ
ટોકિંગ ઇઝ બેટર..આગળ
વધો પણ લિમિટમાં રહો...પતિને ગમે તેવું
જ કરો..શું આ
બધું સુહાની માટે પણ...!!
ના બને, સોલ્ટ એન્ડ
પેપર (કાળા-ધોળા) વાળ
માં હું તેના ગ્રેજ્યુએશનમાં
જઈશ...સુશીલ પણ તેના
એકાદ બે બાળકો સાથે
આવશે..હા તેની મનગમતી
વહુ આંગણે ભળશે...હું તો ક્યાંની
ક્યાય પહોંચી ગઈ...હજુ
તો સુહાની કેટલી ન્હાની
છે...જાદુ ગમે છે..જુદા થવુ નથી
ગમતું...હું તો ભૂલી
ગઈ તેના શબ્દો..કેટકેટલું
સહી ગયો...? તુ મૂકી ને
કઈ રીતે ભાગી શકી.??
મારો જરાય વિચાર તને
ના આવ્યો...દરરોજ આવે છે..કેવો લાગતો હશે?
ઓકે તો હશે ને?
કરી લઈશું ફાઈટ..તુ
આવતો ખરો..મળ તો
ખરો..વ્હાલી ચૂમી ની
લાઈટ બાઈટ...વિચારો ઉડાડે
જાણે હોંઉ કાઈટ...થઈ
જશે બધુ રાઈટ...જોવા
જેવી હશે સાઈટ..!! આજે
વિચારો ક્યાંથી ક્યાં ભાગે છે...સુશીલ મળવાનો છે...મારી આટલી બધી
દવા જોશે..મેડિસિન ચેસ્ટમાં
મૂકી દંઉ..સારા પેહલા
ખરાબ વિચાર જ્લ્દી આવે..ક્યારેક પોતાનાથી જ ડરી જાંઉ
છું..! વિશ આઈ મીન
ઇરછા તો મળવાની છે..ને મન ચડ્યુ
છે ચગડોળે. લાઈફ મે કભી
કભી અંજલી સાથે જોવાની
મજા આવેલી..અરે હા
આજે તો સુહાની ને
લઈને શેડ એક્વેરિયમ ને
પ્લેનેટેરિયમ જવાનુ છે..સુશીલ
ત્યાં જ આવશે ...સ્કુલ
માંથી ફીલ્ડ ટ્રીપ ...યાદગાર
રહી જશે એક ઉમ્મીદ
કે સાથ ચલો કરતે
હૈ નયે દિનકી શુરૂઆત..
એનો
લંગડાતો પગ જોતા લાગ્યું
કે કંઈક થયું છે...પગમાં મોચ આવી
છે કહી ને બાંકડે
બેસી ગયો...સુહાની ને
અમર ને અંજલી લઈ
ગયા..સુશીલ ની ટીચર
ને પણ શક તો
હતો જ સુશીલ બધુ
કહી ગયો તો ..ને
મારી ભૂલ ની પણ
જાણ હતી મે કહેલું
મારા જેવો દેખાય છે
...કાળ થઈને બાપ થઈ
ને મારી નાખશે...તે
પેહલા મદદ
ની જરૂર છે ...મોચનું
બહાનુ હતુ...એના બાપ
ની અરે રાવણ ની
હાથ સફાઈ હતી..છોકરા
ને જીવાડે છે માત્ર
પોતાના કામ માટે..ભણે
કે ન ભણે...ઘરકામ
કરશે કમાશે તો ઘી
ખીચડીમાં જ ને...અરે
રે કુમળાં હાથ ચુમતાં
ટપટપ સર્યા આંસુ...દસ
વર્ષ વિતી ગયા..શું
શું સહન કર્યું હશે...સુશીલે?..મારી.. હા અમારી
ભૂલ માટે?પણ
હવે નહીં...હું પણ
શિક્ષિકા છું ...બંને ભાઈ-બહેન ને ભણાવીશ...
અમર ને અંજલી નો
સાથ પણ છે જ
!!હિંમતે
મર્દા તો મદદે ખુદા.
દુનિયા ઘણી આગળ વધી
ગઈ છે સહન કરવાની
જરૂર નથી...હા, માત્ર
રાવણથી
દૂર રહેવાનુ છે....માં છું
મારે મારી ફરજ પૂરી
કરવાની છે. (ક્રમશઃ૬)
બધામાં સમયે જો યોગ્ય કાર્ય ના થાય ત્યારે તેની પ્રાઈસ આપવી પડે છે ક્યારેક ભારે પ્રાઈસ...હું લખવામાં મશગુલ હતી...સ્ટુડન્ટ્સ ના પેપર્સ તપાસવાના છે ગ્રેઈડ્સ પણ પોસ્ટ કરવાના છે ને હું લખતી રહીઃ
નોખી રૂડી ભાત લઈ ને આવી શુભ સવાર પડી
કોતરણિયું નજરે પડી આભે જો રૂડી ભાત પડી
તારલિયા ની ઓઢી ઓઢણી રૂડી આવ રાત પડી
લાજવંતી લજામણી લેસ લેસના પડદે છે જડી
નકશીકામ ને બારીકાઈ મંદિરના ઘુંમટે છે ઘડી
પર્ણ પર્ણ માં કારીગરી જોઉ વૄક્ષના ઘેરાવે અડી
વળીવળી પીંછે રંગી સોનેરી ભઈ ભોર નભે જડી
દિલ પર નસોની જોડણી ભલે રડી સરેરાશે નડી
મેંદી ના ચટકે ચડીહું છું મલપતી જુઓ નાર જડી
સુશીલ મુજમાં હસે દોડે લોહી ની શું જાત તે ઘડી
ટેરવે શંખ ચક્ર ની તારે મારે નોખી રૂડી ભાત પડી
ભરતકામ લાવી રંગોળી માં એક સુહાની જાત જડી
---રેખા શુક્લ
ને સફાળી હું ઉભી થઈ ગઈ...હાય..હાય કેટલું મોડુ થઈ ગયું ...ઉપાડી લેપટોપ ને પર્સ હું કાર ને સ્ટાર્ટ કરવા જાંઉ ત્યાંજ અક્ષયે મને પાર્કિંગલોટ માં રોકી...કાર કહે ત્યાં લઈ જવા મજબુર કરી...ત્રણ વર્ષ પછી બદલા ની આગમાં જલતો અક્ષય બોલી ન્હોતો રહ્યો..રાવણ ની જેમ ગરજી રહ્યો હતો...સુમસામ રસ્તો ને એક ખાલી બિલ્ડિંગમાં ઉભી રખાવી કાર...એટલો બધો ગુસ્સામાં હતો પાછળ આવેલી કાર પણ તેને જોઈ ન્હોતી...અંજલી,અમર,સુહાની ને સુશીલ બધા સાથે બહાર જવાના હતા તો તેઓ બધા પાર્કિંગલોટમાં મળવાના હતા...સુહાની ને સુશીલ ૯ ને ૧૩ વર્ષના છે પણ ઉંચા ને પહોંચતા છે કોઈ ના માને તેઓ તેટલા મોટા લાગતા હતા...મારે પણ ઉંચે જોઈને વાત કરવી પડતી...બંને દોડી ને આગળ આવી ને ઉભા..એમને જોઈને બધાને ધમકાવતા-ડરાવતા-ભાન ભૂલેલ આડેધડ એકબીજાને મારવા મંડ્યો..
ને પોતેજ ભૂલમાં પાળની ખુબ નજીક આવી ગયો ને પડ્યો ...સળીયા ને પતરા માં ઘાયલ થયો...શું ધારે છે માનવી ને શું લખી ને આવ્યો છે માનવી ? નીચે પડેલા અક્ષય માટે ગુસ્સો દયાને દુઃખ ની સહસ્ત્ર લાગણી એક્સામટી ઉઠી ને બાળકો માટે
સેફ્ટી નો આવ્યો વિચાર ને બધા ભાગી ને કારમાં ભાગ્યા...
ન્યુઝમાં વાંચેલું કે અક્ષય હોસ્પિટલમાં છે...બચી ગયો...પ્રભુ તું રાવણ ને કેમ
બચાવે છે ? તને મારા છોકરાઓની પણ દયા નથી આવતી....એ બચશે તો હવે તો જરૂર નહીં છોડે..મારી ભૂલની સજા કેન્સરથી પણ ચૂકવી દીધી...મને માફ કરી દે પ્રભુ..હવે ના તડપાવને પ્રભુ...તારા અમે ભૂલકાં છીએ ભલે મા-બાપ બનીએ
તોય ભુલ ના પ્રાયશ્ચિત્ત ને સ્વીકારી લો પ્રભુ..જીવીશ ત્યાં સુધી દર સોમવારે
અભિષેક કરીશ..પણ હવે સુશીલથી અલગ ના કરીશ..કેન્સર સામે લડી છું..આ તે કેવા રાવણને બચાવે તું?? હે ભગવાન લોકો પોતાના પતિની લાંબી ઉંમર માટે
વ્રત રાખે છે ને મારે તને કાલાવાલા કરવા પડે છે ..
ને હા તે તો પ્રભુ એકવાર રાવણ ને મારેલો...કળિયુગમાં રાવણ ને વારંવાર મારવો પડે !! સીતા અહીં કોણ છે તો પણ અપને યુગ કી હર સીતાકો શોલો પે બિઠાયા
જાતા હૈ ..દામન કિતના ભી પાવન હો પર દોષ લગાયા જાતા હૈ...!!
મેનિપ્યુલેશન પ્રેમની વિકૄત સાઈડ....અને માણસ જ્યારે સ્વાર્થી બની જાય ..ખુદગર્જ થઈ જાય...જે મળે તેને પોતાનું કરીને રાખવા કોઈ પણ ભોગે તૈયાર થઈ જાય ..ના મળે તો ભોગ લેવા તૈયાર થઈ જાય ..!!પ્રેમ હા, આંધળો છે પણ સ્વાર્થ છોડી બીજા પણ ઇન્સાન જ છે તેને તેની મરજીથી
જીવવાનો હક છે તેટલુંય ના સમજાય?
પર્ણની ઓળખમાંથી પુષ્પને ચૂંટી ને શૂળ્માંથી ડાળેથી વિખુટી એક પુષ્પને ફરી ગોદમાં લાવી..સ્વપનનેઆંસુમાં વેહતા જોયા..દુઃખમાં પણ કોઈ ને હસ્તા જોયા...અરમાનો ને લાગણી
ઉભરાય ને શમે..પણ એક ઉમ્મીદ ના સહારે જ લોકો ને જીવતા જોયા...! કેવા દુખિયારા ગર્વ વડે, ખરબચડી ઉંમરપંપાળી ?
અકળાતા -ડરતા ડરતા બહાદુર થઈ જવાનુ...મા છે બે..બાપ છે પણ નથી..
ભગવાન પણ છે કે નથી...ટેકનોલોજી વધે આગળ ને મનુષ્ય ???
ઉપરથી સ્મોકિંગ, ડિંકિંગ, પીઅરપ્રેશર, કોમ્પીટીશન, સેક્સએજ્યુકેશન, ટેમ્પટેશન આટઆટલુબધુ મળે ...અછત તો પ્રેમની-હુંફની હુંફાળા હાથની કે બધુ થઈ જશે
બરાબર...તેવા સાથની..આવ પાસે બેટા કેહનારની...
આવા કેટકેટલા રાવણ ને એક ભૂલકાએ રોકવાના છે? મારવાના છે? ઉપરથી કેહવાતા વડીલો એ ઉભા કરેલા રીત-રીવાજો-નિતિ-નિયમો-નાતજાત ના વાડા-અંધશ્રધ્ધા ટપી ટેકનીકલ યુગ કંપ્યુટરયુગ માં અવકાશે પહોંચવાનું ..આગળ વધવાનું...તો કંઇ રીતે ધ્યાન આપશે ભુખ્યા પેટે ક્યાંથી ભણશે?
આ સુશીલ ને સુહાની સંભળાય તોય બસ..હું ભુલ કરી બેઠી તે સુધારવાનો તે ચાન્સ દીધો છે તારો ઉપકાર છે. બસ રાવણો થી દૂર જિંદગી રહે...કોમ્પ્રોમાઇઝ ને ઇમ્પ્રોવાઇઝ માં જીવન મળે.એક અંતિમ વિચાર સાથે લઈ વિરમું
પા પા પગલી ભરતા ભરતા પુસ્તક-પગ-પૃથ્વી-પાણી-પ્રાણવાયુ-પુરુષોત્તમ ની
પ્રાર્થના કરતા કરતા આ દેહ પંચમહાભુત નું શરીર પશુપતિનાથના
ચરણોને આધન !!

શું કામ હતું બીજું સામે ? ના તું આવી, ના હું આવ્યો - રમેશ પારેખ
આજના બાળકે તો ભુલ કરે મા-બાપ તેની સજા થી માંડી દફ્તર-લેસન-ફી-કેહવાતા કાર્ટુન કે જે માત્ર વાયોલન્સ થી ભરેલા-ભાંગેલ કુટુંબમાં શર્માતા અકળાતા -ડરતા ડરતા બહાદુર થઈ જવાનુ...મા છે બે..બાપ છે પણ નથી..
ભગવાન પણ છે કે નથી...ટેકનોલોજી વધે આગળ ને મનુષ્ય ???
ઉપરથી સ્મોકિંગ, ડિંકિંગ, પીઅરપ્રેશર, કોમ્પીટીશન, સેક્સએજ્યુકેશન, ટેમ્પટેશન આટઆટલુબધુ મળે ...અછત તો પ્રેમની-હુંફની હુંફાળા હાથની કે બધુ થઈ જશે
બરાબર...તેવા સાથની..આવ પાસે બેટા કેહનારની...
આવા કેટકેટલા રાવણ ને એક ભૂલકાએ રોકવાના છે? મારવાના છે? ઉપરથી કેહવાતા વડીલો એ ઉભા કરેલા રીત-રીવાજો-નિતિ-નિયમો-નાતજાત ના વાડા-અંધશ્રધ્ધા ટપી ટેકનીકલ યુગ કંપ્યુટરયુગ માં અવકાશે પહોંચવાનું ..આગળ વધવાનું...તો કંઇ રીતે ધ્યાન આપશે ભુખ્યા પેટે ક્યાંથી ભણશે?
આ સુશીલ ને સુહાની સંભળાય તોય બસ..હું ભુલ કરી બેઠી તે સુધારવાનો તે ચાન્સ દીધો છે તારો ઉપકાર છે. બસ રાવણો થી દૂર જિંદગી રહે...કોમ્પ્રોમાઇઝ ને ઇમ્પ્રોવાઇઝ માં જીવન મળે.એક અંતિમ વિચાર સાથે લઈ વિરમું
પા પા પગલી ભરતા ભરતા પુસ્તક-પગ-પૃથ્વી-પાણી-પ્રાણવાયુ-પુરુષોત્તમ ની
પ્રાર્થના કરતા કરતા આ દેહ પંચમહાભુત નું શરીર પશુપતિનાથના
ચરણોને આધન !!
યાદ આછી ફરફરે વરસાદમાં,
આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.
બારીની જળમાં થઈ કાલાપલટ,
બારણું ડૂસકાં ભરે વરસાદમાં.
કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
કૂવાથાળે કરગરે વરસાદમાં.
મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
આભ હેઠું ઊતરે વરસાદમાં.
મોરના ટહુકા ને સણકા છાતીના;
કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !
પાતળો કાગળ લઈ આકાશનો;
કોઇ હોડી ચીતરે વરસાદમાં.
આંખ ને નભ સર્વ એકાકાર છે;
કોણ આવે ખરખરે વરસાદમાં.
- ભગવતીકુમાર શર્મા —
આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.
બારીની જળમાં થઈ કાલાપલટ,
બારણું ડૂસકાં ભરે વરસાદમાં.
કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
કૂવાથાળે કરગરે વરસાદમાં.
મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
આભ હેઠું ઊતરે વરસાદમાં.
મોરના ટહુકા ને સણકા છાતીના;
કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !
પાતળો કાગળ લઈ આકાશનો;
કોઇ હોડી ચીતરે વરસાદમાં.
આંખ ને નભ સર્વ એકાકાર છે;
કોણ આવે ખરખરે વરસાદમાં.
- ભગવતીકુમાર શર્મા —
Saras jivanana tanavan vanine lakhayeli varta.
જવાબ આપોકાઢી નાખોઘણૂ સારું સંયોજન કર્યું છે,, પણ પાત્રોના આલેખનની પ્રાથમિક જરૂરિયાતો વીસરાય ગયેલી લાગે છે..
જવાબ આપોકાઢી નાખોThe characters need to be introduced first and flashed out in the story line..... by providing suitable Word Sketches...