શનિવાર, 29 જૂન, 2013

સ્મોકસ્ક્રીન.........!!

અરમાનની ચિતા જલ્યા કરતી જ પાસ માં
એક સસલી રડ્યા કરે વ્હાલ જરા આશ માં

ખાનગીમાં જળ કૂકડી મજાક કરે પ્યાસમાં
લપસિયાં ખાય આવી ને માછલી પાશમાં

ફેરફુદડી ફરે નાની દેડકી ડરતી ભાસમાં
બુઝારું ખુશ થાય રોકી ગોળા ના શ્વાસમાં

દિલમાં જલ્યા કરે સ્વમાનની મુઈ ચિતામાં
ઠંડીમા બાળ્યા કરે બટકા ચોસલા બરફમાં

શબ્દમાં પ્રહારના છુપાય તીક્ષ્ણ નહોરમાં
અર્થ ઉપરના પડદા સ્મોકસ્ક્રીન વાદળમાં

ચૂંસતા લોહી ધરાઈ જાણી ગુલાબી વાતમાં
ખોદતાં ઘાવ ને ખેંચી-તાણી મરચાં જાતમાં

બંદિવાન ગાત્રો કેહવાય છે રાણી રાત્રીમાં
વાવતાં  ઉગતી ભુલાઈને વાણી પ્રભાતમાં

શમણાં કેરૂં પારેવડું ફડફડતું રહે પિંજરમાં
ફોરમ ચુંબન મીઠું મધ ભોળાઇ જા હાથમાં
---રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો