શુક્રવાર, 21 જૂન, 2013

બારણે પ્રભાત લાગે પાય

પ્રભાત લાગે પાય સાંજ કરે વ્હાલ...
પ્રતિદિન ની મંઝિલ કર્યા કરે ન્યાલ..
--રેખા શુક્લ

ફુટતા રહયા પરપોટા ઉઠી જાય ડાયરા..
પૄથ્વી પોઢી ને સુતી વિંઝાતા વાયરા..
---રેખા શુક્લ

માંજવા કેમ કરી ને આંખો ના અંધારા...
ઝાંઝવા જેમ એક જ્વાળામુખી ની ધારા..
...રેખા શુક્લ

ખોબલા હૈયામાં સાગર તણાં તોફાન
એકલા અટૂલા રાહ ના રસ્તા વિરાન
..રેખા શુક્લ

સંગવસંત બાલમંદિર ના થાય રણકાર
લાડકલા ભાવિના વાગ્યા કરે ભણકાર...!
..રેખા શુક્લ

અવની અંબર આંગણે 
આતમ આશ બારણે
જીવન શ્વાસ તાંતણે
..રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો