શુક્રવાર, 21 જૂન, 2013

હું ભોળી ભટ્ટાક પાદર ની છો'ડી

ન ભુલાણા શબ્દો ન ભુલાણો સ્પર્શ
અધર ચુપ રહયા આંસુ બધુ કહી ગયા
-રેખા શુક્લ

હું પનિહારી ગાગર રણમાં ઢોળી 
હું ભોળી ભટ્ટાક પાદર ની છો'ડી
ઇશ્વર મારો છે મન નો વનમાળી
ઘેરી નીંદરે આવતો ક્રિશ્ન ઢંઢોળી
સપનાના સરોવર ને નાંખે ડહોળી
ઝંખુ  છું મુજ પતંગિયા ની ટોળી !
લે ઉઠું તું  મુજને ઉઠાડે જો ટટોળી
વાટલડીએ આંખ્યું રાતી ચણોઠડી
લટક મટક પેહરી પોલકે ઓઢણી
----રેખા શુક્લ

પળપળના તાલ માં મસ્તાન આગિયો; 
ધુપસળી દિવડામાં મહેકતી ઘડીઓ !!
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો