બુધવાર, 19 જૂન, 2013

રતન ટપક્યાં

શાને આવી ઝંપલાવે શમણું; આમ તે કોઈ ના સતાવે
કેટકેટલું ભુસાવી છુપાણું; સતાવી કોઈ ના લખાવે !!
----રેખા શુક્લ

વર્ષા લાવી રાવ કે મન ને ના બનાવ
વરસે એવો બનાવ કે તન ને લાગ્યો ઘાવ
ભાવ નો રહ્યો અભાવ શાને વરસે લગાવ
...રેખા શુક્લ

રેતી ના રતન ટપક્યાં લજામણી ના ડાળે
ખુલતી ગાંઠ પાલવડે પતંગિયુ ના ભાળે
---રેખા શુક્લ

ટપાલપેટી એ અક્ષરમેળો પત્ર ગયો ખોવાઈ
વહેચાઈ ગયો  ઘડિયાળ બજારે સમય ગયો ખોવાઈ
...રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો