રવિવાર, 16 જૂન, 2013

ગઈ ગઈ ગઈ...

રજાઈ થઇ સજાઇ ગઈ શબ્દ માં સમાઈ ગઈ
પ્રણય થઈ ખોવાઈ ગઈ અર્થ માં તપાઈ ગઈ
લજાઈ ગઈ પરાઈ થઈ તૄપ્ત થઈ ઘવાઈ ગઈ
ખીજાઈ ગઈ ધરાઈ ગઈ કાવ્ય થઈ છપાઈ ગઈ
સવાઈ થઈ સીવાઈ ગઈ વાક્ય માં મુકાઈ ગઈ
છવાઈ ગઈ જીવાઈ ગઈ સુક્ષ્મ માં જણાઈ ગઈ
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો