શનિવાર, 19 ઑક્ટોબર, 2013

તું મુજમાં પડઘાતો સપ્તરંગમાં માતો....


સપ્તરંગમાં ઢળી ગઈ કેટકેટલી વાતો
વસંતમાં લીલી છમ્મ હરિયાળી ઓઢી

પોઢી ચરણે પ્રેમીકા લાલ ચટક રંગાતો
પાનખરે પેહરી છે ખરતા પર્ણની જાતો

પીળા ઓરેંજી કથ્થઈ રંગની રે ભાતો
નિઃવસ્ત્ર કડકડતી થંડી ગર્મ વ્રુક્ષી વાતો

ગર્ભમાં સૂતુ ટીલુપ્સ પાથરે રૂડી ભાતો
બાંધણીના ટપકાં ઉગ્યા ચોરે નીખરાતો

શ્યામવર્ણી ભીની ભીની ઝરમરી રાતો
ધોધમાર ભીંજવે વરણાગી તુજનો નાતો

કૄષ્ણ કૄષ્ણ માં રોજ વહેતો મુજમાં ન્હાતો
શબ્દ અર્થ વ્યાકરણમાં છંદ રહી ગુંચાતો

પીળો ગરમાળો જાંબુડીયો વાદળે ખીલતો
ઝાંકળમાં હું ટપકી તું વાદળીનો વરતાતો

કાળા ડિબાંગ વાદળે શ્વેતરંગી મુજ જાણતો
આડ કરી ભસ્મની શિવજીએ ભગવો નાતો
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો