મંગળવાર, 16 જુલાઈ, 2013

ગયા મૄગજળ માં જડેલા

ગજબ સ્ટોરમાં અલગ અલગ; ડ્રોપર મહીં ભરેલા 
સતત વેચાતા આંસુ રડ્યા; ટીંપા ટીંપા સંઘરેલા

ઝુ માં જોયેલા તેથી વધુ; અદભુત જાનવર જોયેલા
કોઈ લાગ્યા વ્હાલા પળે; મા'ણા કોઈ થી ડરેલા...

પ્રાણી પ્રાણી રડતા હસતાં; પાણી આંસુ માં ભળેલા
ખોટા ખોટા મોટા આંસુ; છાના ડુસકાં માં કળેલા

સ્વાર્થી આંસુ જીવ પરોપકારી પરબે જઈ મળેલા
પાણીમાં ડચકાં ખાતા આંસુ ના આંસુ થઈ રડેલા

રણમાં તરસ્યા ગયા... ગયા મૄગજળ માં જડેલા
ક્લીફ બ્રીજ ના સળંગ વળાંકે ગ્રામોફોનમાં ગુંજેલા
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો