મંગળવાર, 16 જુલાઈ, 2013

કલગી સિતમગર ....!!

પોનીટેલને ઝટ કહું છું; કલગી વાળી રટ કરું છું...!!
રીંગા રીંગા દાદર ઉમરા વટી તાળીકુંચો લઈ ફરું છું

પર્વત નામે પથ્થર ઉપર; ઉપરા ઉપરી નામ ઘુંટું છું
ખેતરે જઈ ને બેઠો વળી શેતુર ને કહે ગીત ચણું છું

નળિયે જઈ ને ટહુક્યો છું;મીઠ્ઠા શમણે ચક્કર ભમું છું
ધીમા પગલે કળા કરું વટથી થીજી થીજી ને ફરું છું

પરિચયોની ભીડમાં જઈ; મ્હેંકતો લટકેઝટકે ડરું છું
નૈન મિચોલી કરતો કરતો પાછો તારી વેઈટ કરું છું

ઘોઘમાર વરસ તું વાદળી  ભીંહાતો લે પ્રેમ કરું છું
ઝબક્યા કરું તુજ ને મળી સિતમગર સનમ કણું છું
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો