સોમવાર, 24 જૂન, 2013

ઘરમાં સુરજ થઈ ગયો .....

પતંગના લગ્ન કરાવવા ઓટલા
વાંસની બાસ્કેટે વળાવ્યા ચોટલા
..રેખા શુક્લ
રોજ આવે પોપટ મમરાની ગુણી માંથી લાઈક ના મમરા મુકી ને જાય છે....
લીલોછમ્મ કરી ને જાય છે...રોજ રોજ નવી નવી રીતે પુરાણી થઈ જાંઉ
તે પેહલા બે ચમચી.. હસાવી જાય છે....
.....રેખા શુક્લ
પાણીયારૂં પ્યારૂં...!! બારી સામે જોઈ બોલી ઉઠ્યું...
ભુલાઈ ગયું કાચ પર ના ડાંધા લુંછાય પણ અંધારું ક્યાંથી લુંછાય..!!
આ ઈમોશન જાય માણસને તાણી....! પીંજર લઈ બેઠો બગીચો સુગંધ લઈ ને....!!
........રેખા શુક્લ
મિણબત્તી સળગાવી ઘરમાં સુરજ થઈ ગયો ....
દરિયો કદી ઝાંકળનો નથી તોય રોજ  ....યાદો ને લખુ કંકોત્રી....
વાર કરી ને વારંવાર વાર કરવી સારી નથી હો !!!
કેમ કરી ને સેહવી મારે તારી જુદાઈ....મહેશજી...
......રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો