રવિવાર, 30 જૂન, 2013

મખમલી પડદા પાંપણના....

મખમલી પડદા પાંપણના પંપાળે પ્રભાતે સોનેરી કિરણો ...લાગ્યું સુરજનું વ્હાલ છે.
ટીક્કી વાળા બુટ્ટા ભરવા મોરલા ચિતર્યા પાંદડીએ; ગુલમહોરની ડાળે ઘુઘરીયાળા મહોર ટાંક્યા...
સાંકળી ટાંકે વ્હાલ ગુંથતા લાગે ખુશાલી નો લેપ....કેવું ટેરવાં નું વ્હાલ છે.
લટોને કરે અડપલા સમીર આવી રંજાડે..... લાગ્યું ચેતનાનું કામ છે.
ગાયો ના ધણ પગલે રણઝણ ;ચકલીઓ ની ચહલ પહલ માળે...પાતળી વાદળીનું ચુંબન છે.
બગીચે પતંગિયા રંગરંગના ઉડતા; ગણગણી ભમરાં ફુલો રંજાડતા ..વેદનામાં સ્નેહનું કામ છે.
તુલસીના ઝીણા પત્તામાં કૃષ્ણ કૃષ્ણ મુખ ;સપનુ થઈ સાચકલું પ્રભાત છે...!!
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો