રવિવાર, 30 જૂન, 2013

બંધ બારણે શિવની જટામાં.......!!!

રાઝ ની વાત માં "ઇશ" કહેવાઈ તું ઉપર બેઠો
શ્વાસ માં ભળી ઇશ્ક ગણાઈ બંધ બારણે બેઠો

તારા જ અશ્રુ તુજ ને પખાળે શું તે પ્રેમ સેહતો
તું સુર્ય થઈ શેકાવે તું પાણી થઈ ડુબાડી દેતો

કેવી કુણી લાગણી થઈ દઝાડે આંસુમાં હસ્તો
પાપી ને પુનિતો ને દીધુ મરણ ને શરણ કે'તો

ફોતરાં ઉડ્યા જ કરે જો તણાયાં કોઈ જાળામાં
ના ડુબાણાં તર્યા કરે ભોળી માયા ના માળામાં

ચરણ શેષનાગ પંજાનું પવિત્ર ગોઝારી ગંગામાં
અસ્તુ "મા" વંદન પુજાતી રહી શિવની જટામાં
---રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. ઇશ્વરના સ્વરૂપ વિષેની અદ્ભૂત વાત સુંદર શબ્દોમાં વણી લેવામાં આવી છે.. ઇશ્વરપ્રેમ વગર આવા શબ્દો સ્ફૂરે નહીં... રેખાબેન આપની આ રચના સરસ છે...

    જવાબ આપોકાઢી નાખો