સોમવાર, 3 જૂન, 2013

કવિ શબ્દ નો હાર માંગે કવિતા ને સાભાર ટાંગે ....

લ્હાણી કરી વાણી તણી
શાણી મળી પાળી ચણી
થાતી ઉજાણી રેતી ઘણી
તાણી ભળી વાણી કળી
--રેખા શુક્લ

વેરાઈ સરસ્વતી મહીં
વ્હેંચાઈ સંસ્ક્રુતિ અહી
ડરાઈને ખોવાઈ રહી
---રેખા શુક્લ

ન રામ ન રાવણ 
ખોવાયેલી સીતા
ઝુંપડી ની વસંતવાટિકે
 --રેખા શુક્લ

ખોળિયે 
તું જ માં આવી 
તું જ માં રહી 
તુજ થી દુર 
તુ જ ખોરડે
-રેખા શુક્લ

અંશુમન ની આશા બની જા 
જા સાગરની સરિતા થઈ જા..
સરી જાય છે અશ્રુ ....
સ્વપ્ન થઈ તરી જા..
--રેખા શુક્લ

1 ટિપ્પણી: