ગુરુવાર, 21 માર્ચ, 2013

રાતને થાય ઉજાગરા.....!!


મીઠ્ઠા જળની માછલી તળાવે ડચકાં ખાય છે...... 
જન્મીતી ત્યાં આ પગલી ત્યાં વાયરા વાય છે.....
પરિચિત આ નગરમાં જોયા મ્હોરા નવિનમાં છે.....
ચેહરો વિસરી શેરી ઝાંખી ભરાઈ આવી આંખો છે... .
છુપાઈ જઈને થપ્પો કરતો ભુલ્યો મુજને યાદ છે.....
ખો-ખો રમતા અંચઈ કરતો ભુલ્યો મુજને યાદ છે.....
અક્ષરમાં લખાયા તે રબરે ભુંસાતા નથી યાદ છે.....
રાતને થાય ઉજાગરા ને સેહવાતા નથી યાદ છે.....
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો